Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Friday, December 19, 2008

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇય

વરસાદની મોસમ

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.

આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

તારી આંખોને જોઈને હું તો પાગલ પાગલ થાઉં છું

તારી આંખોને જોઈને હું તો પાગલ પાગલ થાઉં છું
તારો સ્પર્શ પામીને હું તો પાણી પાણી થાઉં છું

લજ્જાથી મસ્તક જુકાવી જુએ છે ભુમી તરફ તું
તારૂં રૂપ જોઈને હું તો વારી વારી જાઉં છું.

પગમાં બાંધેલી પાયલે એવો તે જાદુ શું કર્યો?
ઝાંઝરને સાંભળી ને હું તો રણકી રણકી જાઉં છું.

તમારી જુલ્ફોમા નાખેલો ગજરો પણ કમાલ છે..
તેની સુવાસ પામીને હું તો મહેકી મહેકી જાઉં છું

"સપન" તો આવશે હવે આંખો મહી ક્યાથી?
યાદ તમારી આવે ને હું તો જાગી જાગી જાઉં છું.

હું ગુજરાતી...

સફળતાનો પીનકોડ ગુજરાતી ,
સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .

કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,
એકડાનો કરે બગડો ગુજરાતી .

નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,
સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .

લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,
વખત પડે ત્યાં ખડો ગુજરાતી .

દુશ્મનને પડે ભારે ગુજરાતી ,
ડૂબતાને બેશક તારે ગુજરાતી .

એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,
ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .

દેશમાં ABC ની હવા ગુજરાતી ,
પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .

પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,
કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .

ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,
પાનની સાયબા પિચકારી ગુજરાતી .

એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,
હર કદમ પર વેલકમ ગુજરાતી .

મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,
છેલ્લે અપનું વાળું ગુજરાતી .

ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,
ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .

- અનામી
મારાથી જમાનાની હવા થરથરી ગઈ,
મેં આખં ફેરવી ને, દુનીયા જ ફરી ગઈ.

શ્રદ્ધા જ મારી લઈ ગઈ,મંઝીલ ઉપર મને,
રસ્તો ભુલી ગયો તો, દીશાઓ ફરી ગઈ.

અમે રાખમાંથીયે બેઠા થવાના

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે, તોય જીવી જવાના.

ભલે જળ ના સીચોં તમે તે છતાયે,
અમે ભીત ફાડી ઉગી જવાના.

ધખો તમ તમારે ભલે સુર્યા માફક,
સમંદર ભર્યો છે, ન ખુટી જવાના.

ચલો હાથ સોપોં, ડરો ના લગીરે,
તરી પન જવાના ને તારી પન જવાના.

અમે જાળ માફક ગગન આખુ ઝાલ્યુ,
અમે પંખી એકે ના ચુકી જવાના.