Showing posts with label મારી કવિતા. Show all posts
Showing posts with label મારી કવિતા. Show all posts

Friday, September 4, 2009

હમણા કહુ હમણા કહુ,

હમણાં કહુ હમણાં કહુ,
રોજ થાય છે કે હવે તો કહી જ દઉં.

પણ સાલું શું કહું?

દુનિયાદારીના દરિયામાં,
મગજમારી ના મોજા ઊછળે,
મધદરિયે મારી નાવ સંભાળું,
કે જેમની તેમ ડૂબવા દઉં?

પ્રયત્ન કરી કરી ને હવે થાક્યો,
પણ મારો સમય હજી ના પાક્યો.
કહેવા માટે છે હજારો વાતો,
પણ શું સાંભળવા માટે કાન છે?

મારી હાલત છે ટેલીફોનના
બગડેલા ડબલા જેવી,
શું એનું એને ભાન છે?

જ્યારે પણ એનો નંબર ડાયલ કરું છુ,
મેસેજ એક જ આવે છે,
આ લાઇન હમણાં વ્યસ્ત છે,
આ લાઈન હમણાં વ્યસ્ત છે.

કોઈ ઍને જઈને કહો કે,
કિરણ હવે ત્રસ્ત છે.


પણ જવાદો,
ઍતો સાંભળશે ત્યારે સાંભળશે.
અત્યારે તમને તો કહી દઉં.

જીવન છે, જીવન છે, જીવન છે.

રોજ એના રંગે રમો,
ને રોજે રોજ હોળી છે.

રોજ દીવા પ્રગટાવો,
રોજે રોજ દિવાળી છે.

-કિરણ ચાવડા.

Sunday, January 4, 2009

કેવા કેવા કજોડા

કેવા કેવા કજોડા
કેવો પ્રેમનો ટ્રાફીક જામ.
લૈલા હોય રુપસુંદરી
અને મજનુ મગજનો બામ.

લવ લવ લવ,
મૂકી બાજુ એ બધું કામ,
ભૂલી જાય છે બધું,
અપવાદ એક લૈલાનું નામ.

ભલે સો ડંડા પડે,
ભલે દેવતા ડામ,
પડી રહે છે મસ્તીથી
પીને પ્રેમના જામ.


Monday, December 22, 2008

નળીયુ ખસ્યુ ને કુતરુ ભસ્યુ

નળીયુ ખસ્યુ ને કુતરુ ભસ્યુ, આલવા મેલવા નુ કોંઈ નઈ,
ને ઊભુ ઊભુ હસ્યુ. એમા મારે સ્યુ?

પશાકાકાનો પપ્પુ, અમારા પશાકાકાનો પપ્પુ..
કોમધંધો કરવો નંઈ, ન આખા ગાંમની પંચાત,
દખ પડ જીવ પર, તાણ ગાવા બેઠો મરસ્યુ.

ઘી લેવા મોકલ્યો તંઈ, તેલ લઈને આયો,
દીવેલ લેવા મોકલ્યો ન લાયો સરસ્યુ.

નળીયુ ખસ્યુ ને કુતરુ ભસ્યુ, આલવા મેલવા નુ કોંઈ નઈ,
ને ઊભુ ઊભુ હસ્યુ. એમા મારે સ્યુ?

પપ્પુડો મારો વિચારે, એને જોશે ગામની ગોરીયુ,
પપ્પુડો મારો વિચારે, એને જોશે ગામની ગોરીયુ,

લાલી-લીપસ્ટીક ગાલે લગાડી,
ને આંખમા કાજળ ઘસ્યુ,

તૈયાર થઈ ને નીકળ્યો, અને જોવા ચડી ડોસ્યુ,
એમા મારે સ્યુ... બોલો એમા મારે સ્યુ?

નળીયુ ખસ્યુ ને કુતરુ ભસ્યુ, આલવા મેલવા નુ કોંઈ નઈ,
ને ઊભુ ઊભુ હસ્યુ. એમા મારે સ્યુ?

-કિરણ ચાવડા.