નળીયુ ખસ્યુ ને કુતરુ ભસ્યુ, આલવા મેલવા નુ કોંઈ નઈ,
ને ઊભુ ઊભુ હસ્યુ. એમા મારે સ્યુ?
પશાકાકાનો પપ્પુ, અમારા પશાકાકાનો પપ્પુ..
કોમધંધો કરવો નંઈ, ન આખા ગાંમની પંચાત,
દખ પડ જીવ પર, તાણ ગાવા બેઠો મરસ્યુ.
ઘી લેવા મોકલ્યો તંઈ, તેલ લઈને આયો,
દીવેલ લેવા મોકલ્યો ન લાયો સરસ્યુ.
નળીયુ ખસ્યુ ને કુતરુ ભસ્યુ, આલવા મેલવા નુ કોંઈ નઈ,
ને ઊભુ ઊભુ હસ્યુ. એમા મારે સ્યુ?
પપ્પુડો મારો વિચારે, એને જોશે ગામની ગોરીયુ,
પપ્પુડો મારો વિચારે, એને જોશે ગામની ગોરીયુ,
લાલી-લીપસ્ટીક ગાલે લગાડી,
ને આંખમા કાજળ ઘસ્યુ,
તૈયાર થઈ ને નીકળ્યો, અને જોવા ચડી ડોસ્યુ,
એમા મારે સ્યુ... બોલો એમા મારે સ્યુ?
નળીયુ ખસ્યુ ને કુતરુ ભસ્યુ, આલવા મેલવા નુ કોંઈ નઈ,
ને ઊભુ ઊભુ હસ્યુ. એમા મારે સ્યુ?
-કિરણ ચાવડા.
કિરણભાઈ સરસ કવિતા છે .
ReplyDeleteઆપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat