Sunday, May 1, 2011

હું ગુજરાતી

હું ડાલામથ્થો ગુજરાતી, હું દરીયાબેટો ગુજરાતી,
આત્મગૌરવી, કરુણાગામી, સાગરપેટો ગુજરાતી.

પ્રેમ, ધર્મ, ને કર્મ કથાનો મસ્ત મરદડો ગુજરાતી,
નાચે ગાવે કરે હિલ્લોળા, મૂંછ ફરકડો ગુજરાતી.

સત્ય, અહિંસા, જીવદયાની રાહ ચીંધતો ગુજરાતી,
હું વેપારી, હું પરદેશી, વિશ્વ વીંધતો ગુજરાતી.

પરસેવાથી સ્નાન કરું હું, છું ખંતીલો ગુજરાતી
જીદ્દી પાક્કો, વટનો કટકો, ટેક હઠીલો ગુજરાતી.

~ સાંઈરામ દવે (ગુજરાતદિનના વધામણા સહુને)

1 comment: